બાદરપુરા (ભુ) ગામે રણુજા રામાપીર જતા યાત્રીઓ માટે નો શેડ સાસંદ નાં હસ્તે ખુલ્લો મૂકાયો
બાદરપુરા (ભુ) ગામે રણુજા રામાપીર જતા યાત્રીઓ માટે નો શેડ સાસંદ નાં હસ્તે ખુલ્લો મૂકાયો
રાજસ્થાન મા આવેલ રામાપીર રામદેવરા ખાતે ભાદરવા મહિનામાં લોકો પોતાની માનતાઓ પૂરી કરવા પગપાળા યાત્રા કરે છે ઉતર ગુજરાત માંથી પણ લોકો રામદેવરા પગપાળા સંઘો સાથે તેમજ પરિવારો કે મિત્રસર્કલ સાથે ચાલી ને જતાં હોય છે પગપાળા યાત્રિકો ઓસા અંતર વાળા રસ્તાઓ પર ચાલવાનું પસંદ કરતા હોય છે યાત્રિકો ને રામાપીર જવા ૧૦ થી ૧૨ દિવસ જેટલો સમય લાગે છે ત્યારે રસ્તાઓ માં કેટલાક અંતરે લોકો દ્વારા પગપાળા યાત્રિકો ની સેવા માટે કેમ્પો નું આયોજન પણ કરતા હોય છે ત્યારે પાલનપુરથી પારપડા થી સીધા દાંતીવાડા ટૂંકા રસ્તાઓ પરથી પસાર થતાં યાત્રાળુઓ માટે પારપડા રામાપીર મદીર ખાતે સેવા કેમ થાય છે ને બાદરપુરા (ભૂ) ખાતે છેલ્લા ૧૦ વર્ષ થી સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે ને ગ્રામ જનો દ્વારા રહેવા જમવા ની સુવિધા ઓ કરવામાં આવેસે જોકે પદ યાત્રિકો શ્રાવણ માસ અને ભાદરવા મહિનામાં ચાલતા હોય છે ત્યારે વરસાદ ને કારણે રહેવામાં તકલીફ નાં પડે તે માટે બાદરપુરા ગામના સરપંચ ગીતા બેન મનુભાઈ ભૂતડીયા દ્વારા આ વર્ષે ચાલતા જતાં યાત્રિકો માટે આરામ કરવા માટે બનાસકાંઠા સાંસદ પરબત ભાઈ પટેલ ની ગ્રાન્ટ માંથી યાત્રિક સેડ બનાવવામાં આવ્યો હતો જે યાત્રિક શેડ નાં ઉદઘાટન બનાસકાંઠા સાસદ પરબત ભાઈ પટેલ અને પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર નાં હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ઉદઘાટન કાર્ય ક્રમ માં સાસંદ પરબત ભાઈ પટેલ પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર અમિશપુરી ગૌસ્વામી મોતીભાઈ પાળજા પૂર્વ ધારાસભ્ય ગોવિંદ ભાઈ પ્રજાપતિ ફતાભાઈ ધરિયા દિનેશ ભાઈ કૂણીયા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભીખાલાલ પ્રજાપતિ