108 માં સારવાર આપતા બહુમૂલ્ય જિંદગી બચાવતા EMT વિજય રાઠોડ અને પાયલોટ નિસારભાઈ સૈયદ
ઓઢવા ગામના એક 40 વર્ષ ના (severe છાતી માં દુખાવો) દર્દી ની 108 માં સારવાર આપતા બહુમૂલ્ય જિંદગી બચાવતા સિવિલ હોસ્પિટલ પાટણ લોકેશન ના EMT વિજય રાઠોડ અને પાયલોટ નિસારભાઈ સૈયદ
તારીખ 7/8/23 ના રોજ 09:29:20 ગામ -ઓઢવા , તાલુકો -સરસ્વતી , જિલ્લો -પાટણ ના વતની ચૌધરી રણછોડભાઈ પરમાભાઈ , ઉંમર વર્ષ 40 ને ગત રાત્રી 6-8-23 નુ severe છાતી માં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, માથું દુઃખવું, ગભરામણ, પાછળ બૈડા માં દુખાવો પ્રસર્વો, એવી તકલીફ જણાતા દર્દી એ 108 સિવિલ હોસ્પિટલ પાટણ લોકેશન નો સંપર્ક કરતા ત્યાં તાબડતોડ 108 ના Emt વિજય રાઠોડ અને PILOT નિસારભાઈ સૈયદ ફટાફટ સહેજ પણ રાહ જોયા વગર સીન પર પહોંચી ગયા હતા. ત્યાં સીન પર દર્દી ના vitals લેતા vitals માં બીપી 186/124, પલ્સ રેટ 118/મિનિટ, રેસ્પીરેશન 20/ મિનિટ, ડાયાબિટીસ 156 mg /dl અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા ઉપર હેડ ઓફિસે રહેલા Ercp dr મહેશ sir જોડે કોંટેક્ટ કરીને દર્દી ના vitals જણાવતા Ercp dr મહેશ sir એ દર્દી ને 1-ડિસ્પ્રીન ટેબ્લેટ ચાવવા માટે,4-કલોપિડોગરેલ ટેબ્લેટ ગળવા માટે,1- લેસીક્સ ઈન્જેકશન iv સ્ટેટ,1- iv Ns(100 ml ) એની અંદર 3- એમપુલ પેરાસીટામોલ ઈન્જેકશન ડાયલ્યૂટ કરીને iv-ns(100 ml )ચાલુ કરવાની સાથે O2(ઓક્સીઝન )continue 4 લીટર /મિનિટ જણાવતા ઉપર પ્રમાણેની સારવાર ચાલુ કરતા તેમને વધુ સારવાર હેઠળ ધારપુર હોસ્પિટલ માં શિફ્ટ કર્યા છે.
તેની સાથે સાથે દર્દી ને Emt વિજય રાઠોડ અને pilot નિસારભાઈ સૈયદ ની મદદ થી 108 માંજ Ecg(ઈકોકારડીયોગ્રામ) કાઢવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઉમદા કામગીરી ને લીધે દર્દી (દર્દી ની જોડે કોઈ હાજર ન હતું )પોતે હાથ જોડીને EMT વિજય રાઠોડ અને PILOT નિસારભાઈ સૈયદ નો દિલ થી આભાર માન્યો હતો. આભાર
ભીખાલાલ પ્રજાપતિ