જગાણા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી અપાઇ
જગાણા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી અપાઇ
એકલવ્ય મોડેલ સ્કુલ જગાણા અને અમીરગઢ દ્વારા સ્કુલ ઓઇલ હેલ્થ પોગ્રામ અંતર્ગત જગાણા ખાતે ગ્રામસભા યોજાઇ તેમાં ગુજરાત રાજ્ય ખેતીવાડી ખાતુ અને આત્મા પ્રોજેક્ટ અને જમીન ચકાસણી પ્રયોગશાળા ડીસા બનાસકાંઠા દ્વારા જમીનના નમૂના અને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપવામાં આવી અને જમીનના નમૂના ચકાસણીના સર્ટીફીકેટ સ્થળ ઉપર આપ્યા તેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં આશાબેન પ્રજાપતિ (મદદનીશ ખેતી નિયામક, ખેડૂત તાલીમ કેન્દ્ર ) જિગીશાબેન (ખેતીવાડી અધિકારી ) હરેશભાઇ મકવાણા,બીટીએમ આત્મા પ્રોજેક્ટ, પાલનપુર, વસંતીબેન ચાવડા ગ્રામસેવક (ખેતી) હાજર રહ્યા હતા અને ગ્રામજનોમાંથી દિલીપભાઇ કરેણ, રતીભાઇ લોહ,અમરતભાઇ પંચાલ,ઉજાભાઇ જરમોલ જેવા ગામના આગેવાનો આ ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ