ગુનાશોધક શાખાએ ખ્યાતિ હોસ્પિટલ ઘટનામાં 3 આરોપીઓને ઝડપ્યા
ગુનાશોધક શાખાએ ખ્યાતિ હોસ્પિટલ ઘટનામાં 3 આરોપીઓને ઝડપ્યા
ચિરાગ રાજપૂતની ખેડાથી તથા રાહુલ જૈન અને મિલિંદની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પકડાયેલા આરોપી ડૉક્ટર પ્રશાંત વઝીરાણી હાલ જેલમાં છે.
રાજ્યની ગુનાશોધક શાખાએ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા.
ચિરાગ રાજપૂતની ખેડાથી તથા રાહુલ જૈન અને મિલિંદની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પકડાયેલા આરોપી ડૉક્ટર પ્રશાંત વઝીરાણી હાલ જેલમાં છે.
અન્ય આરોપી કાર્તિક પટેલ હાલ ન્યુઝીલેન્ડ છે, જ્યારે ડોક્ટર સંજય પટોલિયાએ અમદાવાદ ગ્રામ્ય અદાલતમાં આગોતરા જામીન માટે અરજી મૂકી છે.