વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
જિલ્લાની વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
ભાજપ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓ,આગેવાનો અને મતદારોને આભાર સાથે અભિનંદન પાઠવ્યા
વાવના મતદારોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અને વિકાસને પ્રાધાન્ય મળે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડ્યા છે. – શ્રી સી.આર.પાટીલ
પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પાવરના સ્વાદે માવજી પટેલને ધૂળ ચાટતા કરી દીધા : શ્રી સી.આર.પાટીલ
ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત ઘણા રાજયોમાં પેટા ચૂંટણીનુ પરિણામ જાહેર થયું છે. જેમાં મહારાષ્ટ્રમાં જંગી બહુમતી સાથે જીત મળી છે અને ગુજરાતમાં પણ વાવ વિઘાનસભા પર ભાજપનો વિજય થતા ભાજપ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાએ જિલ્લાની વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમા ભાજપનો 2353 મતે જીત થતા સૌ કાર્યકર્તાઓ,
આગેવાનો અને મતદારોને આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા અધ્યક્ષશ્રી કીર્તિસિંહ વાઘેલાએ શ્રી બનાસકાંઠા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સંબોધન કરતા જણાવ્યું કે, ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે આ વખતે ન કોઇ બટા ન કોઇ કટા.. બટંગે તો કટેંગે એ સુત્ર દેશની એકતા અને વિકાસનું હતું કે જો બટોગે તો દેશના વિકાસમાંથી પણ તમે કપાઇ જશો અને આ મુદ્દાને મતદારોએ સ્વીકારી ભાજપને જંગી જીત અપાવી છે. મહારાષ્ટ્રના અને ગુજરાતમા વાવ પેટા ચૂંટણીમા મતદારોએ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ પર વિશ્વાસ મુક્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના કાર્યકર્તાઓ મતદારોનો વિશ્વાસ સંપાદન કરી શક્યા તેનુ પરિણામ મળ્યું છે.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે વાવની ચૂંટણીમાં ભાજપ માંથી એક વ્યક્તિને ત્રીપાખીયા જંગ માટે ઉભા રાખ્યા હતા. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરના સ્વાદે માવજીભાઇ પટેલને ધૂળ ચાટતા કરી દીધા છે. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્ય હોવા છતા વાવના મતદારોએ તેમને નકાર્યા. વાવના મતદારોએ લોકસભાની ચૂંટણીમાંજ કોંગ્રેસથી નારાજ થઇ મતદાન કર્યુ હતું. આ વખતે પણ વાવના મતદારોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અને વિકાસને પ્રાધાન્ય મળે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડ્યા છે તે માટે વાવના મતદારોનો આભાર વ્યકત કર્યો હતો. પેટા ચૂંટણીમાં જે પણ કાર્યકર્તાઓ અને આગેવાનોએ મહેનત કરી છે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત બાદ વાવ વિધાનસભાની અઢારે આલમ, પ્રદેશ, જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.