પાલનપુર ખેમાના ટોલ પ્લાઝા પર પોલીસ નું સન્માન કરાયું.
પાલનપુર ખેમાના ટોલ પ્લાઝા પર પોલીસ નું સન્માન કરાયું.
ખેમાણા ટોલ પ્લાઝા અધિકારીઓ દ્વારા તાલુકા પીઆઈ એમ આર બારોટ નું સન્માન સમારોહ યોજાયો જેમાં ટોલ પ્લાઝા ના તમામ અધિકારીઓએ પોલીસ નું સાલ ઓઢાડી અને ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું. પ્રોજેક્ટ મેનેજર રાજપૂત, ટોલ મેનેજર સુકલા, ટોલ મેનેજર જીતુભાઇ, યુનુસ ભાઈ, અફઝલ ભાઈ, આશુતોષસિંગ, બલવીરસિંહ, PI બારોટ વિનોદભાઈ, ધેમારભાઈ, ઈશ્વરભાઈ, પ્રકાશસિંઘ, રાજેશદાન દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો.
ખેતરનો ઉભો પાક ગાયો ચરી ન જાય એટલે સુખી સંપન્ન ખેડૂતે 10 થી વધુ ગાયો પર એસિડ છાંટી દીધું હતું. એસિડ છાંટનાર ખેડૂત હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તેની અટકાયત કરી તેનું સરઘસ પણ કાઢ્યું હતું.
ક્રૂરતાની હદ વટી જાય તે પ્રકારની ઘટનાએ સહુને હચમચાવી દીધા.ખીમાણા ટોલ પ્લાઝા પાસે છેલ્લા 12 દિવસથી દરરોજ કોઈને કોઈ ગાય પર એસિડ એટેક જોવા મળતો હતો.ખીમાણા ગામના સરપંચ દલજીભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે આ અંગે અજાણ્યા શખ્સોવિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી પણ આવી જે બાદ તાલુકા પોલીસ દોડતી થઈ અને 10 થી વધુ ગાયો પર એસિડ એટેકના ગુનાને ઉકેલવા ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી ખંગાળવાનું શરૂ કર્યું જેમાં ગાયો રાત્રિના સમયે જે ખેતર તરફ વધુ અવરજવર કરતી હતી તે ખેતર માલિક અને તેના પરિવારજનો ના કેટલાક સભ્યોને ઉઠાવ્યા. ઉલટ તપાસ કરી. ઉપરાંત નજીકના દિવસોમાં સૌથી વધુ એસિડ કોણે ખરીદ્યું તેની પણ પોલીસે તપાસ કરી જેમાં સુરેશભાઈ ગાંભવા (પટેલ)નું આ કૃત્ય હોવાનું સામે આવી ગયું.
તાલુકા પીઆઈ એમ.આર. બારોટ જણાવ્યું કે ” ટોલનાકાની પાછળ જ આરોપી સુરેશ ગાંભવાનું ખેતર આવેલું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આશંકા હતી એટલેપુરાવા એકઠા કરવા તમામ સીસીટીવી ફૂટેજ મેળવ્યા.અને ગુનાનો ભેદ ઉકેલ્યો.