એ.સી.બી ની સફળ ટ્રેપ, 2000 રૂપિયા લેતા રંગેહાથ પકડાયા
એ.સી.બી ની સફળ ટ્રેપ, 2000 રૂપિયા લેતા રંગેહાથ પકડાયા
ફરીયાદીશ્રીના સંબંધીએ ખારા ખોડા સેવા સહકારી મંડળીમાં થયેલ ઉચાપત તથા ગેરરીતી બાબતેની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટર શ્રી સહકારી મંડળીઓ બનાસકાંઠા નાઓને અરજી કરેલ જે અરજીની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટારશ્રી પાલનપુર નાઓએ આ કામના આક્ષેપિત નાઓની કરાર આઘારીત તપાસ અધિકારી તરીકે નિમણૂક કરેલ . આ કામના ફરિયાદીએ પોતાની અરજી બાબતે આ કામના આક્ષેપીતનો સંપર્ક કરતા આક્ષેપીતે સદર અરજી તપાસમાં ખામી નહી કાઢવાની અવેજ પેટે આરોપીએ રૂ.૨,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ.
જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નાઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા
ટ્રેપનુ સ્થળ :
સબ રજીસ્ટર કચેરીના બહારના ભાગે જોરાવર પેલેસ પાલનપુર, જી.બનાસકાંઠા
લાંચની માંગણીની રકમ:
રૂ.૨૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂ.૨૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :
રૂ.૨૦૦૦/-
આરોપી
ડાયાભાઈ નાથાભાઈ ડોડીયા, નિવૃત સહકારી અધિકારી, વર્ગ -૩, હાલ-કરાર આઘારીત તપાસ અધિકારી સહકારી મંડળીઓ પાલનપુર.