દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી
દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી
સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર મીડિયાની આવશ્યક ભૂમિકાને માન આપવા માટે આજે દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર મીડિયાની આવશ્યક ભૂમિકાને માન આપવા માટે આજે દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1966માં આ દિવસે જ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નૈતિક ચોકીદાર તરીકે તેની કામગીરી શરૂ કરી હતી. આ દિવસ માત્ર પ્રેસની સિદ્ધિઓની જ ઉજવણી કરતો નથી પરંતુ વધુ માહિતગાર અને પારદર્શક સમાજના નિર્માણમાં તે જે જવાબદારી નિભાવે છે તેને પણ મજબૂત બનાવે છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં આ વર્ષના રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીને સંબોધશે. આ વર્ષની થીમ “પ્રેસની બદલાતી પ્રકૃતિ” છે.