ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ પોલીસકર્મી સામે કાર્યવાહી થશે
ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ પોલીસકર્મી સામે કાર્યવાહી થશે
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગર સ્થિત કરાઈ ખાતેથી કે. યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું..
કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના અધિકારીઓને સંબોધન કરતાં તેમણે બોપલ ઘટનાના સંદર્ભથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને કડક સૂચના આપી હતી અને કહ્યું હતું કે, કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી ગુનાહિત પ્રવૃત્તિ કરશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવાશે. કે.યુ બેન્ડ મારફતે સંબોધન કરતા ડીજીપીએ કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંબોધન કર્યું હતું.