ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર
ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી હોન્ડા કંપનીની ડબ્લ્યુઆરવી મોડલની ગાડી જેનો રજી નં– જીજે–૧૮–બીએચ–૬૪૧૯ મા ચોરખાનુ બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર |
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓની સુચના અન્વયે જીલ્લામાંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ કરેલ સુચના કરેલ હોય જે સુચના અન્વયે ડી.આર.ગઢવી પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા ડીસા પાલનપુર હાઇવે પર પ્રોહી લગત પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકીકત મેળવી ચંડીસર ગામ ડીસા પાલનપુર હાઇવે પુલ પાસેથી હોન્ડા કંપનીની ડબ્લ્યુઆરવી મોડલની ગાડી જેનો રજી નં– જીજે–૧૮–બીએચ–૬૪૧૯ મા બનાવેલ ચોરખાનામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની છુટક બોટલ નંગ-૧૫૭ કુલ કિ.રૂ-૪૯,૫૧૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા તથા હોન્ડા કંપનીની ડબ્લ્યુઆરવી મોડલની ગાડીની કિ.રૂ-૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ-૫૦૦૦- એમ કુલ મળી રૂ.૫,૫૪,૫૧૦/- નો કુલ મુદ્દામાલ રાખી હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે
કબ્જે કરેલ મુદામાલ :
ભારતીય બનાવટના વિદેશી દારૂની છુટક બોટલ નંગ–૧૫૭ કુલ કિ.રૂ–૪૯,૫૧૦ /- નો પ્રોહી મુદ્દામાલ તથા સફેદ કલરની હોન્ડા કંપનીની ડબ્લ્યુઆરવી મોડલની ગાડી જેનો રજી નં– જીજે–૧૮–બીએચ–૬૪૧૯ જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ–૧ કિ.રૂ–૫૦૦૦/- એમ કુલ મળી રૂ.૫,૫૪,૫૧૦/- નો કુલ મુદ્દામાલ
આરોપીઓ– પકડાયેલ આરોપી (૧) મુળારામ સ/ઓ દમારામા ત્રિકમારામ જાતે ડૂડી (જાટ) ઉ.વ–૨૨ ધંધો–વેપાર રહે– સિંધાસ્વા હરનિયાણ,પાદરડી ખુર્દ થાણા–ગુડામાલાણી તા–ગુડામાલાણી જી–બાડમેર મો.નં–૯૮૨૫૬૮૨૧૧૯
પકડવાના બાકી આરોપી (૨) પ્રોહી મુદ્દામાલ ભરાવનાર –મુકેશ રહે-ભીનમાલ (રાજ.) નામનો ઇસમ જેનુ પુરૂ નામ સરનામુ નથી જેનો મો.નં-૮૧૫૩૮૨૧૫૫૨ (૩) પ્રોહી મુદ્દામાલ મંગાવનાર- જયભાઇ રહે-મહેસાણા જેનુ પુરૂ નામ સરનામુ ખબર નથી જેનો મો.નં-૭૪૦૫૪૧૩૦૦૬ નો છે
ભીખાલાલ પ્રજાપતિ