ઇનરવ્હીલક્લબ પાલનપુર સિટી દ્વારા બ્રેસ્ટ ફિડીગ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી
ઇનરવ્હીલક્લબ પાલનપુર સિટી દ્વારા બ્રેસ્ટ ફિડીગ સપ્તાહ ની ઉજવણી
આજે રતનપુર પી. એચ. સી. સેન્ટરમાં બ્રેસ્ટ ફિડીગ સપ્તાહ ઉજવણી અનુસંધાનમાં સેમિનાર નું આયોજન કરવામાં આવેલ.આ સેમિનારમાં આશા વર્કર, આંગણવાડી બહેનો અને આરોગ્ય કર્મચારીઓ એ ભાગ લીધેલ. આ સેમિનારમાં ડૉ. અશોક મહેશ્વરી, ડૉ. અજયભાઇ રબારી, ડૉ. નવિનભાઇ ચૌહાણ માર્ગદર્શન આપેલ. આરોગ્ય કર્મચારી કેવી રીતે ઘર-ઘર જઇને સ્તનપાન ના ફાયદા સમજાવી જાગૃતિ લાવી શકે તેનું માર્ગદર્શન આપેલ. ઇનરવ્હીલક્લબ પાલનપુર સિટી ના પ્રમુખ શ્રીમતી દુર્ગા એ મહેશ્વરી એ જણાવેલ અમારી ક્લબ આ મહિનામાં મહિલાઓ ના વિવિધ પ્રશ્રો માટે જનજાગૃતિ અભિયાન ચલાવી વિવિધ પ્રોજેક્ટ કરશે. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સિટી ના મેમ્બર્સ નીલુબેન શાહ, વીણા બેન મેથ્યુ અને મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારી હાજર રહ્યા. ક્લબ તરફથી બધાને ગોળ-ચણા અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટના દાતા ભાવનાબેન જે. મહેશ્વરી હતાં.