વડગામ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા ખાતે પાંચમા નવરાત્રી એ મહામેળો તથા કરવઠા નો યજ્ઞ યોજાયો.
વડગામ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા ખાતે પાંચમા નવરાત્રી એ મહામેળો તથા કરવઠા નો યજ્ઞ યોજાયો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા ખાતે પાંચમા નવરાત્રી એ મહામેળો તથા કરવઠા નો યજ્ઞ યોજાયો હતો. આ અંગે ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ મુજબ,વીર વિક્રમ સોળમી શતાબ્ધિ માં ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકાના મગરવાડા પંથક માં તત્કાલીન આચાર્ય શ્રી હેમવિમલ સૂરીશ્વરજી મ.સા. ના વરદ હસ્તે રાયણ ના વ્રુક્ષ તળે પિંડ સ્વરૂપે સ્થાપના કરવામાં આવ્યા પછી યક્ષાધિરાજ શ્રી મણિભદ્રવીર દાદા ની અવિરત કૃપા તમામ શ્રધ્ધાળુઓ પર રહી છે. શુકલ પક્ષ ની પાંચમ ઉપરાંત આઠમ,ચૌદસ તીથિઓ તેમજ રવિવાર,મંગળવાર ,ગુરૂવાર જેવા દિવસો એ અહી વિવિધ જાતિ ના લોકો સંઘો, મંડળીઓ તથા પરિવારજનો આવીને દાદાની ભાવથી ભક્તિ કરે છે. દર્શન કરે છે. દેશ નહીં પણ દુનિયાના ભાવિકો દાદા ના સ્થાનક મા વિવિધ પ્રકાર ની માનતા માની તેને પૂર્ણ કરે છે. મોદી ,કોઠારી ભણશાળી,શાહ,પરિખ વગેરે સમાજ ના લોકો અહી વર્ષો પરપરાગત રીતે કંદોરા ની માનતા કરે છે. વતૅમાન ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી માણિભદ્ર વિર તિર્થ સ્થાન મગરવાડા નો નોંધપાત્ર વિકાસ થયો છે. 1500, ભક્તો ને ભોજન પ્રસાદી પીરસી શકાય તેવી આધુનિક ભોજન શાળા, સાધુ સંતો,દેશ વિદેશના યાત્રીકો ને વિશ્રામ માટે અતિ આધુનિક વિશ્રાંતિ ગૃહ નું નિર્માણ કરવા માં આવ્યું છે ઉપરાંત આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કાયૅરત છે. મગરવાડા ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ આસો સુદ પાંચમા નાંરતે કરવઠાનો યજ્ઞ કરવામાં આવે છે જેમાં ખેડૂતો, દાદાના ભક્તો દ્વારા ખુબજ મોટાપ્રમાણમાં ઘી ની આહુતી આપવામાં આવે છે. ઉપરાંત ઘી માં તરબોળ ગરમાગરમ સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ચોથા નવરાત્રી એ મહામેળા ના વિવિધ પ્રકારના સ્ટોલ કાયૅરત થાય છે જે છઠ્ઠા નવરાત્રી ના બપોરે પુણૅ થાય છે.