ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ
બનાસકાંઠામાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત “આવતી કળાય માડી આવતી કળાય” ગરબાના તાલે ખેલૈયા ગરબે ઘૂમ્યા
ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ
આદ્યશક્તિ જગદંબા નવલા નોરતાનો આસો સુદ એકમથી પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રીનો ભક્તિમય ઉમંગ છવાયેલો છે. જિલ્લાના અનેક સ્થળોએ નવરાત્રિનું વિશેષ આયોજન કરાયું છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ડીસા શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું.
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ સહિત મહાનુભાવો અને ખેલૈયાઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શબ્દ રચિત “આવતી કળાય માડી આવતી કળાય” ગરબાના તાલે શ્રદ્ધા અને ભકિતભાવ પૂર્વક મા જગદંબાની આરાધના કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રચિત આવતી કળાય ગરબા પર ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સ્ત્રી સમાજના ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
આ ગરબા મહોત્સવમાં જિલ્લા કલેકટરશ્રી સહિત ડીસાના પૂર્વ ધારાસભ્યશ્રી શશીકાંત પંડ્યા, નગરપાલિકાના પ્રમુખશ્રી સંગીતાબેન દવે, પ્રાંત અધિકારીશ્રી નેહા પંચાલ સહિત ડીસાના સ્થાનિક આગેવાનોએ માં અંબાની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી.