તા. અનુપમ પે. કેન્દ્ર શાળા, વડગામ-૧ આચાર્ય વય નિવૃત થતાં સત્કાર સમારોહ યોજાયો.
તા. અનુપમ પે. કેન્દ્ર શાળા, વડગામ-૧ આચાર્ય વય નિવૃત થતાં સત્કાર સમારોહ યોજાયો.
વડગામ તા. અનુપમ પ્રા. શાળા આચાર્ય, બીટ કેળવણી નિરીક્ષક રઘનાથભાઇ એસ. જેગોડા શિક્ષણ ક્ષેત્રની દીર્ઘ કાલિન સેવાઓ પૂર્ણ કરી તા.૩૧-૧૦-૨૦૨૪ના રોજ વય નિવૃત થતાં શનિવારે નિવૃત્તિ શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે યતિશ્રી વિજય સોમજી મ.સા. ગાદીપત્તિ માણિભદ્રવીર, મગરવાડા મહામંડલેશ્વર સ્વામી રવિશરણાનંદગીરીજી મહારાજ (લાલાવાડા) એ આર્શિવચન પાઠવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ડૉ. વિનુભાઈ એમ. પટેલ જિ.પ્રા.શિક્ષણાધિકારી બ.કાં., આશિષ એમ. ચૌધરી ઉપસચિવ, શિક્ષણ વિભાગ અતિથી વિશેષ માં ભરતદાન બી. ગઢવી નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી બ.કા., કે. પી. સવઈ મામલતદાર વડગામ નાથુભાઇ એન. ઘોયા,અધ્યક્ષ એચ.ટાટ. સંવર્ગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજ. પ્રાંત, નરેશભાઇ વી. હટાર ટીડીઓ વડગામ, ડૉ. માંઘજીભાઇ ડી. પટેલ, બી.આર.સી.કો.ઓ. વડગામ, શ્રીમતી કલાવતીબેન સી. પટેલ તા. પ્રા. શિક્ષણાધિકારી, ભુરાજી આર. રાઠોડ અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બ.કા.,ડૉ હિતેશભાઈ ચૌધરી,શૈક્ષિક મહાસંઘ પ્રદેશ પુવૅ.પદાધિકારી રતુભાઈ એમ.ગોળ,બનાસ ડેરી ડિરેક્ટર દિનેશભાઈ ભટોળ જલોત્રા સહિત જિલ્લા ના તાલુકાના રાજકીય સહકારી આગેવાનો, અધિકારીઓ, કમૅચારીઓ , ઉત્તર ગુજરાત ની જુદી જુદી સંસ્થાઓ ના પ્રતિનિધિઓ, ગ્રામજનો , શિક્ષકો, વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. શાળા પરિવાર તથા એસ.એમ.સી. વડગામ દ્વારા સત્કાર સમારોહ નું સફળ સંચાલન કર્યું હતું . અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય રઘનાથભાઈ જેગોડા એ વડગામ શાળા માં આચાર્ય તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારથી વડગામ શાળા સંકુલ નો નોંધપાત્ર વિકાસ થયો છે, ગામ ના દાતાશ્રીઓ તેમની કાયૅશેલીથી પ્રભાવિત થઈ બાળકો તથા શાળા ના સર્વાંગીક વિકાસ માટે લાખ્ખો રૂપિયા ના દાન ની સખાવત કરી છે જેના ફળસ્વરૂપે અંદાજે રૂપિયા સાત કરોડ ના ખર્ચે વડગામ ના જૈન શ્રેષ્ઠી ભામાશા સેવંતીલાલ પ્રેમચંદ ભાઈ શાહ પરિવાર દ્વારા 24 નવા વગૅખંડ ની આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવતી ઉત્તર ગુજરાત ની મોડેલ સ્કૂલ નું નિર્માણ કરવા ગણત્રી ના કલાકો માં ખાતમુહૂર્ત કરવાના છે એ વય નિવૃત આચાર્યશ્રીની કાયૅશૈલીની સિધ્ધિ કહી શકાય. ઉપરાંત સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ગુજરાત સરકાર સાથે સંકલન કરી બે કોચ શિક્ષકો દ્વારાગરીબ પરિવારોના અંદાજે પચાસ વિધાર્થીઓ ને જિલ્લા રાજ્ય કક્ષાએ સ્થાન અપાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સ્વપ્ન ગામડામાં રહેલ હિર જળકાવાનું કાર્ય વડગામ શાળા ના આચાયૅ રઘનાથભાઈ જેગોડા એ કર્યું છે.