વડગામ થી પસાર થતાં નેશનલ હાઈવે નં.-58 માં વરસાદી પાણી નો કાયમી નિકાલ ક્યારે ?
વડગામ થી પસાર થતાં નેશનલ હાઈવે નં.-58 માં વરસાદી પાણી નો કાયમી નિકાલ ક્યારે ?
બનાસકાંઠા જિલ્લાના પ્રારંભમાં વડગામ, પાલનપુર તાલુકા આવેલા છે જે માં પાટણ વિભાગના ખેરાલુ પછી કોદરામ પિલુચા, રૂપાલ, વડગામ,મેરવાડા થી નેશનલ હાઈવે નંબર 58 પર રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ નો વાહન વ્યવહાર ધમધમતો થયો છે. જિલ્લા લોકો ને પાટનગર ગાંધીનગર જવા આવવા વાયા વિસનગર રોડ નું ટ્રાફિક પણ અહીંથી પસાર થાય છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી એ વડગામ ના વિસ્તારમાં રોડ નો વિકાસ કરવામાં ઉણપ દાખવી હોય તેવું તાલુકા લોકો માં ચર્ચાય છે, નેશનલ હાઈવે નં 58 કાયૅરત થયો ત્યારથી તાલુકા મથક વડગામ માં પ્રવેશતાં ચોમાસા દરમિયાન રોડ સાઈડ પર અથવા રોડ વચ્ચે ભરાતા વરસાદી પાણી નો નિકાલ કરવા નક્કર કામગીરી કરવામાં આવી નથી. મગરવાડા ચોકડી થી ભોજક વાડી સુધી, સરકારી વસાહત થી નાળા સુધી અને રીલાયન્સ પેટ્રોલ પંપ સાઈડે, ઉપરોક્ત વિસ્તારોચોમાસું સિઝન દરમિયાન બોટ માં ફેરવાય છે, લોકોની સમસ્યાઓ નો કાયમી નિકાલ કરવા વરસાદી પાણી નો નિકાલ કરવા માં આવે તેવું પાલનપુર, વડગામ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર ને વિનંતી કરવામાં આવી છે.