વડગામ ના શમસેરપુરા ગામે જર્જરીત પિંક અપ સ્ટેન્ડ નો નિકાલ કરવા ગ્રામજનો ની રજુઆત
વડગામ ના અંબાજી ગોળા તરફ જતાં શમસેરપુરા ગામે અંદાજે 1995, માં નિમૉણ કરેલ એસટી પિંકઅપ સ્ટેન્ડ જજૅરીત થતાં ગ્રામજનો દ્વારા નિકાલ કરવા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ગામના જાગૃત નાગરિક કલ્પેશભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે અંબાજી તરફના ધમધમતા રહેતા ટ્રાફિક ને લીધે બિસ્માર હાલત નું આ પિંક અપ સ્ટેન્ડ રાહદારીઓ અથવા વાહનચાલકો ને નુકસાન કરે તે પહેલાં નિકાલ કરવા માં આવી તેવી ગ્રામજનોની વિનંતી છે.