ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે
ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે
1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાનનવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે.
નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત અત્યાર સુધી કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એફઆઇઆર 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાન નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઇ, 2024થી ત્રણ નવા કાયદા- ભારતીય ન્યાયસંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલી બન્યા છે.
આ કાયદાઓ અંગે નિયમિત તાલીમ અને વેબિનાર દ્વારા આઠ લાખથી વધુ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. વપરાશકારને નવા ગુનાઇત કાયદાની માહિતી મળે તે માટે મોબાઇલ અને વેબ એપ્લિકેશન ‘NCRB SANKALAN of Criminal Laws- તૈયાર કરવામાં આવી છે.