અંબાજી મેળામાં આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ 500ની નોટો ઝડપાઈ

અંબાજી મેળામાં આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ

ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો 1 લાખ 20 હજાર સાથે એલસીબી એ એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ શખ્સે પોતાના ઘરે જ કલર પ્રિન્ટરમાં આ 500 ની ચલણી નોટો છાપી હતી.

અત્યારે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે દૂર દૂરથી યાત્રિકો માતાજીના  દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં આવતાં યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાતની અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના 5 હજાર કરતાં વધુ કર્મીઓ ખડેપગે સેવા બજાવી રહ્યાં છે. બનાસકાંઠા LCB પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે. ત્યારે આજે એલ.સી.બી. બનાસકાંઠાને મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે.

અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો (1.20 લાખ) સાથે ભાભરના બુરેઠા ગામના ભરત પ્રજાપતીને LCBએ ઝડપી પાડ્યો છે. આ આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. આ  મામલે જિલ્લા પોલીસ વડાએ  માહિતી આપી હતી.

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!