પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ
પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ આપ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ આપ્યા છે. તેમજ આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠક કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા માટે પણ સૂચના આપી છે.
રાજ્યના દૂર-દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે.