જુના ડીસા ના એક પરિવારે તેમના મૃતક સ્વજનના અંગોનું દાન કર્યું
પાલનપુરમાં પહેલી વાર થયું અંગદાન
જુના ડીસા ના એક પરિવારે તેમના મૃતક સ્વજનના અંગોનું દાન કર્યું
પાલનપુરમાં પહેલીવાર અંગ પ્રત્યારપણ કરાયું
https://youtu.be/WL2refTgC0w?si=vwN0mwW9WguvC7_5
જુના ડીસા ના એક વ્યક્તિનો માર્ગ અકસ્માત થતા પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમનું બ્રેઇન હેમરેજ ના કારણે મોત થયું હોવાનું ડોક્ટરો દ્વારા જાહેર કરાયું હતું જેથી પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી તમામ સરકારી મંજૂરીઓ મેળવી પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર અંગ પ્રત્યારપણ ની પ્રક્રિયા કરી અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જેનાથી ચાર થી પાંચ જિંદગીઓ બચાવી શકાશે.
જુના ડીસા ખાતે રહેતા દિનેશચંદ્ર મકવાણા કે જેઓ જુના ડીસા હાઇસ્કૂલના નિવૃત કર્મચારી હતા. તેમનો અકસ્માત થતા તેમને મગજના ભાગે ઈજાઓ થતા પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોનની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો અને તેમને બ્રાઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી દિનેશચંદ્ર ના પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી પરંતુ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે અને મૃત્યુ બાદ મૃત્યુ પામેલા વ્યક્તિના પણ અંગો બીજા વ્યક્તિને ઉપયોગમાં આવે તેવા ઉમદા હેતુથી તેમના પરિવારના તેમના પત્નિ સવિતાબેન, દિકરા અંકુરભાઈ તેમજ તેમની દીકરી અને પરિવારના અન્ય સભ્યો દ્વારા મૃતક સ્વજનના અંગોનું દાન કરવાનું નિર્ણય કર્યો હતો અને ભલે તેમના પરિવારમાં હયાત ન હોય પરંતુ બીજાની જિંદગી બચાવી શકાય તેવા હેતુથી તેમના સ્વજન દિનેશચંદ્રના શરીર ના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ અંગદાન ની પ્રોસેસ અમદાવાદમાં થતી હતી જેથી સેવાભાવી સંસ્થાના દિલીપભાઇ અને માવાભાઇ સહિતના ડોક્ટરો અને માવજત હોસ્પિટલના ટ્રસ્ટીઓ ની જહેમત બાદ પાલનપુર માવજત હોસ્પિટલમાં અંગદાન અંગેની પ્રોસેસની મંજૂરી મેળવી તેમના અંગોનું પ્રત્યારપણ કરવામાં આવ્યું હતું.
આ અંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ માવજત હોસ્પિટલ ના જયેશભાઈ બાવીસીએ જણાવ્યું હતું કે આ અંગદાન કરવાથી ત્રણથી ચાર લોકોના જીવ બચાવી શકાશે તેમજ પહેલા અમદાવાદ સુધી અંગદાન કરવા જવું પડતું હતું પરંતુ હવે પાલનપુર માવજત હોસ્પિટલને આની મંજૂરી મળતા હવે લોકોને અંગદાન માટે અમદાવાદ સુધી જવું નહી પડે અને પાલનપુરમાં માવજત હોસ્પિટલમાં મૃતક સ્વજનોના અંગોનું દાન કરી અન્ય જીવોને પણ બચાવવામાં મદદરૂપ થઈ શકાશે.