શિક્ષકશ્રી પ્રજાપતિ પરબતભાઈ કરશનભાઈનું જિલ્લા કક્ષાએ અને પ્રજાપતિ ગોવિંદભાઈ રવજીભાઈનું દાંતીવાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ વિજેતામાં દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાં) પ્રાથમિક શાળાના બે શિક્ષકો પસંદગી પામ્યા

શિક્ષકશ્રી પ્રજાપતિ પરબતભાઈ કરશનભાઈનું જિલ્લા કક્ષાએ અને પ્રજાપતિ ગોવિંદભાઈ રવજીભાઈનું દાંતીવાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગામ હેઠળ કાર્યરત દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાંગીયા) સરકારી પ્રાથમિક શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે જિલ્લા અને રાજ્યની શ્રેષ્ઠ શાળા

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને ગુજરાત રાજ્ય સરકાર તરફથી દર વર્ષે પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટે એનાયત કરવાના શ્રેષ્ઠ શિક્ષક પારતોષિક -૨૦૨૪ ની યાદી જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા કક્ષાએ ત્રણ અને તાલુકા કક્ષાએ બાવીસ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમને પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિતે પાલનપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. શાળાના શિક્ષકોની આ સિદ્ધિ બદલ જિલ્લાના સમગ્ર શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પ્રસરાઈ જવા પામી છે. શાળા પરિવાર દ્વારા બંને શિક્ષકોને તેમની સિદ્ધિ બદલ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ વિજેતામાં દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાં) પ્રાથમિક શાળાના બે શિક્ષકો પસંદગી પામ્યા છે. જેમાં શાળાના શિક્ષકશ્રી પ્રજાપતિ પરબતભાઈ કરશનભાઈની જિલ્લા કક્ષાએ અને પ્રજાપતિ ગોવિંદભાઈ રવજીભાઈની દાંતીવાડા તાલુકામાંથી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. બને શિક્ષકોએ તેમનો એવોર્ડ બાળકોને અર્પણ કરતાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, શાળા પરિવાર અને તેમજ શિક્ષણ જગતનો આભાર પ્રગટ કર્યો હતો.

નોંધનીય છે કે ઉત્તમપુરા (ડાં) પ્રાથમિક શાળા જિલ્લામાં શ્રેષ્ઠ સરકારી શાળા તરીકેની ઓળખ ધરાવે છે. સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગામ હેઠળ કાર્યરત દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાંગીયા) સરકારી પ્રાથમિક શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે જિલ્લા અને રાજ્યની શ્રેષ્ઠ શાળા છે. શાળામાં પ્રવેશ પામતા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને જીવનભર પોતાનો જીવન વ્યવહાર સુંદર રીતે કરી શકે તે માટેનું ગુણવત્તાયુકત શિક્ષણ મેળવવા તથા વિકસતા જતા યુગમાં દુનિયાથી પોતે કદમથી કદમ મિલાવી શકે અને આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કારો પ્રાપ્ત કરી ઉત્તમ નાગરીક બને તેવું શિક્ષણ આપતી એકમાત્ર શાળા છે

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!