વડગામ ના મગરવાડા થી રામદેવરા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યુ
વડગામ ના મગરવાડા થી રામદેવરા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યુ
વડગામ તાલુકાના મગરવાડા થી રણુંજાની લાંબી પદયાત્રા એ ચૌધરી સમાજના ઉપલાણા પરિવાર ના સંઘે તારીખ 3/9/2024, મંગળવારે પ્રસ્થાન કર્યું, કુલ 150 ભાવિકો રવાના થયા હોવાનું ભક્તરાજ અભેરાજભાઈ વિરસંગભાઈ ઉપલાણાએ જણાવ્યું હતું. આ અંગે સંત શિરોમણી શ્રી વિરમદાસ મહારાજે જણાવ્યું હતું કે ભગવાનના ભરોશે આગળ વધવુ એને શ્રદ્ધા કહી શકાય, અને આવીજ કંઈક શ્રદ્ધાના બળે ઉત્તર ગુજરાત ના વડગામ તાલુકાના મગરવાડા થી રાજસ્થાનના યાત્રાધામ રણુજા સુધીની લાંબી યાત્રાએ ભાવિકો પદયાત્રાએ રવાના થયા છે. વડગામ તાલુકાના મગરવાડા ગામના શ્રધ્ધાળુ અભેરાજભાઈ વિરસંગભાઈ ઉપલાણા છેલ્લા પચ્ચીસ વર્ષ થી દશ દિવસ પદયાત્રા સંઘ દ્વારા બાબા રામદેવ પીર તિર્થ સ્થાન રણુંજા જાય છે. આ 25, માં યાત્રા સંઘનો સંકલ્પ પુણૅ કરી પુણૉહુતિ કરવામાં આવશે.