વડગામ ના બસુ ખાતે જનરલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો.
વડગામ ના બસુ ખાતે જનરલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો.
બુધવારે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર બસુ 1 સેન્ટર ખાતે સગર્ભા , ધાત્રી, ટીબી તેમજ જનરલ લોકો માટે ઇન્ટનસિફાઈડ આઈ ઇ સી કેમ્પેઇંગ કાર્યક્રમ અંતર્ગત જનરલ હેલ્થ ચેક અપ કેમ્પ રાખવામાં આવેલ. ટીએમપીએચ લક્ષ્મણભાઈ નાઈ, ટીએચવી રમીલાબેન જોષી , સીએચઓ ઓવેશખાન , અંજના ચૌધરી, દિલિપ ચૌહાણ, જિ. સુપરવાઈઝર વસંત લિંબાચિયા, પાયલ લીંબાચિયા,આઇ સી ટી સી કાઉન્સિલર કે. એલ. પરમાર, સુપરવાઈઝર જરીના ભાટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ હેલ્થ કેમ્પ માં 50 લોકોએ સ્વઇછીક ટેસ્ટિંગ કરાવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા બસુ 1 ની અશાવર્કરોએ જહેમત ઉઠાવી હતી.