કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓનો અંગદાન નો સંકલ્પ
અંગદાન જાગૃતિ કાર્યક્રમ:-‘દાનમાં સર્વ શ્રેષ્ઠ દાન એટલે અંગદાન’
કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓનો અંગદાન નો સંકલ્પ
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આજરોજ કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અંગદાનના મહત્વ વિશે માહિતગાર કરવાનો અને તેમના અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રોત્સાહિત કરવાનો હતો.
આ પ્રસંગે શ્રી એ.ટી.પટેલ, ડૉ.લાખાભાઈ પ્રજાપતિ, ડૉ.હેમરાજભાઈ વસરામભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તાઓ સહીત ખ્યાતનામ મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. જેમાં મુશ્કેલ સ્થિતિમાં અવયવોના અભાવે મૃત્યુની ચિંતાજનક સંખ્યાને ટાંકીને તેઓએ અંગદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇન્સ્પેક્ટર એ.ટી. પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોલીસ વિભાગ આવા ઉમદા હેતુઓને સમર્થન આપવા હંમેશા તત્પર છે.
કાર્યક્રમ અંતર્ગત ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ તેમના અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લઈ સમાજ પ્રત્યેની પોતાની દયાની ભાવના પ્રદર્શિત કરી હતી.કોલેજના પ્રિન્સિપાલશ્રી ,પ્રોફેસરશ્રીઓ અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સામૂહિક પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.