108 સેવાએ 17 વર્ષમાં 15.52થી વધુ લોકોના જીવ બચાવ્યા

108 સેવાએ 17 વર્ષમાં 15.52થી વધુ લોકોના જીવ બચાવ્યા

રાજ્યમાં કાર્યરત્ 108 ઇમરજન્સી સેવાએ છેલ્લા 17 વર્ષમાં 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 1 લાખ 43 હજાર બાળકોનો જન્મ એમ્બુલન્સમાં થયો છે. 29 ઑગસ્ટ 2007ના દિવસે શરૂ થયેલી આ સેવાને આ વર્ષે 17 વર્ષ પૂર્ણ થશે.
108 GVK EMRIના ચીફ ઑપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું, 20 ઓગસ્ટ 2024 સુધીમાં 108 સેવા થકી 1 કરોડ 63 લાખથી વધુ લોકોને કટોકટીના સમયે સેવા, 2 લાખ 31 હજારથી વધુ પોલીસ અને 6 હજારથી વધુ અગ્નિશમન આમ કુલ 1 કરોડ 66 લાખથી વધુ વિક્રમજનક કૉલ અટેન્ડ કરાયા છે.
શ્રી પ્રજાપતિએ ઉંમેર્યું, રોડ અકસ્માત સંબંધિત 20 લાખ 28 હજારથી વધુ ઇમરજન્સી તેમ જ 16 લાખ 38 હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 800થી વધુ 108 એમ્બુલન્સ કાર્યરત્ છે, જેમાં 4 હજારથી વધુ કર્મચારી સેવા આપી રહ્યા છે.

રાજ્યમાં કાર્યરત્ 108 ઇમરજન્સી સેવાએ છેલ્લા 17 વર્ષમાં 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 1 લાખ 43 હજાર બાળકોનો જન્મ એમ્બુલન્સમાં થયો છે. 29 ઑગસ્ટ 2007ના દિવસે શરૂ થયેલી આ સેવાને આ વર્ષે 17 વર્ષ પૂર્ણ થશે. 108 GVK EMRIના ચીફ ઑપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું, 20 ઓગસ્ટ 2024 સુધીમાં 108 સેવા થકી 1 કરોડ 63 લાખથી વધુ લોકોને કટોકટીના સમયે સેવા, 2 લાખ 31 હજારથી વધુ પોલીસ અને 6 હજારથી વધુ અગ્નિશમન આમ કુલ 1 કરોડ 66 લાખથી વધુ વિક્રમજનક કૉલ અટેન્ડ કરાયા છે. શ્રી પ્રજાપતિએ ઉંમેર્યું, રોડ અકસ્માત સંબંધિત 20 લાખ 28 હજારથી વધુ ઇમરજન્સી તેમ જ 16 લાખ 38 હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 800થી વધુ 108 એમ્બુલન્સ કાર્યરત્ છે, જેમાં 4 હજારથી વધુ કર્મચારી સેવા આપી રહ્યા છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!