ગુજરાત સંગીત સુવાસ સીઝન ૨ ના વિજેતાઓ સન્માનિત
ગુજરાત સંગીત સુવાસ સીઝન ૨ ના વિજેતાઓ સન્માનિત
સામાજિક કાર્યકર્તા અને સંગીતજ્ઞ શ્રી કશ્યપ ઠકકર દ્વારા આયોજિત દેશભક્તિ ગીત અને રાષ્ટ્ર ગાન સ્પર્ધામાં ગુજરાત ના વિવિધ પ્રાંત માંથી ભાગ લેનાર સ્પર્ધકો નું વિગત વાર પરીણામ સ્વતંત્રતા પર્વ ના પાવન પર્વે યૂટ્યુબ ના માધ્યમ થી જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જુનિયર ચેમ્પિયન વિભાગમાંથી અમદાવાદની દસ વર્ષીય નિષ્કા આચાર્ય, પ્રોફેશનલ વાઈબ્સ કેટેગરીમાં આદર્શ હાઇસ્કૂલ ડીસા ના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી તેમજ ગાંધીધામ ના એડવોકેટ શ્રી વિશાલ ભાઈ થારુ વિજેતા થયા હતાં. જેમનું સંગીત સુવાસ ટીમ દ્વારા સહર્ષ ટ્રોફી, વિજેતા પ્રમાણપત્ર, તેમજ રાખડી ની શુભેચ્છા દ્વારા સન્માન કરાયું હતું. સાથે સાથે જેટલાં પણ સ્પર્ધક મિત્રો એ ભાગ લીધેલ હતો તેમને પણ ડિજિટલી સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.આ પ્રકારની નિઃસ્વાર્થ સુવાસમાં વધુમાં વધું ગુજરાતીઓ જોડાય અને આગળ વધે તેવી અનેક શુભેચ્છાઓ પણ કશ્યપ ભાઈ ને પ્રાપ્ત થઈ હતી.