આંત્રોલી પ્રાથમિક શાળા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

આંત્રોલી પ્રાથમિક શાળા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા બનાસકાંઠા અને તાલુકા પંચાયત આઈસીડીએસ શાખા પાલનપુર ઘટક – ૨ ચિત્રાસણી સેજા દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. “મહિલા સશક્તિકરણ પખવાડિયા” નારી વંદન ઉત્સવ અંતર્ગત આંત્રોલી પ્રાથમિક શાળામાં આયોજીત કાર્યક્રમાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા શાળા એ જતી અને શાળા ન જતી કિશોરીઓ, સગર્ભામાતાઓ, ધાત્રી માતાઓ અને મહિલાઓને પૂર્ણા યોજના અને પોષણ વિશે માહિતી આપવામાં આવી હતી તેમેન સંકલિત બાળ વિકાસ યોજનાકીય માહિતી તથા THR ઉપયોગ વિશે સમજણ આપી સોશિયલ મીડિયા દ્વારા થતા શોષણ સામે જાગૃત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પૂર્ણા શકિત THR પેકેટ દ્રારા જુદી જુદી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન માધ્યમ દ્વારા THR ના પેકેટમાંથી લાભાર્થીઓને સુખડી બનાવવાની રીત બતાવી અને જુદી જુદી વાનગી બનાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમાં ગામના સરપંચશ્રી, આચાર્યશ્રી, પૂર્ણા કન્સલ્ટન્ટ અરુણાબેન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કાઉન્સિલર ગાયત્રીબેન, યુનિસેફમાંથી મીલીબેન, આઇસીડીએસના મુખ્ય સેવિકા બહેન કોકીલાબેન, NNM બ્લોક કો ઓર્ડિનેટર કિરણભાઈ, આંગણવાડી કાર્યકરશ્રીઓ, આંગણવાડી તેડાગર સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ગામની મહિલાઓ હાજર રહી હતી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!