સત્સંગ શિક્ષા પરિષદ- ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ; લાઠીદડમાં રક્તદાન શિબિર”નું આયોજન
સત્સંગ શિક્ષા પરિષદ- ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ; લાઠીદડમાં રક્તદાન શિબિર”નું આયોજન
સત્સંગ શિક્ષા પરિષદ- ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ; લાઠીદડમાં આજરોજ તારીખ 10/ 8/ 2024 ને શનિવારના રોજ સંસ્થાના આદ્યસ્થાપક અક્ષરનિવાસી પરમ પૂજ્ય ગુરુજી પુરાણી સ્વામીશ્રી નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે શાળામાં “રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઠીદડ; સમઢીયાળા નંબર 1; કારિયાણી ગામના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું .બોટાદની બ્લડબેન્ક દ્વારા 212 બોટલ રક્તદાન એકત્ર થયું. રક્તદાન માટે આવેલ દાતાશ્રીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા ભા .જ.પા સંગઠન પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલે ખાસ હાજરી આપેલ. દાતાશ્રીઓને બ્લેન્કેટ કીટ ભેટ આપવાની વ્યવસ્થા સંસ્થાના સંચાલક શ્રી કે્. પી. સ્વામી દ્વારા કરવામાં આવેલ. રક્તદાન કરવા બદલ શ્રી કે.પી. સ્વામી (શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ) વ્યવસ્થાપક શ્રી રસિકભાઈ ભુંંગાણી તથા બોટાદ જિલ્લા મા.શિ.સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ ખાચર તથા આચાર્ય શ્રી ભરતભાઈ પચ્છમિયાએ રક્તદાતાશ્રીઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ છે.