કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી છે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી છે. 18 મહિનાના બાકી ડીએ (Dearness Allowance – DA) એરિયર્સની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે સરકારનો અંતિમ નિર્ણય આવી ગયો છે. કોરોનાકાળ દરમિયાન, સરકાર January 2022થી 2021 સુધી મોંઘવારી ભથ્થું (DA) વધારવાનું બંધ રાખ્યું હતું, જે કારણે કર્મચારીઓ આ 18 મહિનાના એરિયર્સની આશા રાખી રહ્યા હતા.

ચોમાસું સત્ર દરમિયાન નાણાં રાજ્યમંત્રીએ, આ મામલે પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં, મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ની બાકી રકમ ચૂકવવાની ધારણા નકારી દીધી છે.

સત્ર દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, સરકાર કોવિડના પ્રકોપ દરમિયાન રોકાયેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થા/રાહતની રકમ ચુકવવા પર વિચાર કરી રહી છે કે નહીં? આના જવાબમાં, નાણાં રાજ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકાર 18 મહિનાના મોંઘવારી ભથ્થા/રાહત ચુકવવા પર કોઈ વિચારણા નથી કરી રહી.

આ નિર્ણય કોરોનાવાયરસની મહામારીને કારણે થયેલા આર્થિક નુકસાનને પહોંચી વળવા અને સરકારી નાણાકીય બોજા ઓછા કરવા માટે કરવામાં આવ્યો હતો. 2024 દરમિયાન NCJCM સહિતના સરકારી કર્મચારીઓના સંઘોએ અનેક રજૂઆતો કરી છે, પરંતુ 2020ની વૈશ્વિક મહામારીની નાણાકીય પ્રતિકૂળતાઓને કારણે મોંઘવારી ભથ્થાની બાકી રકમ ચૂકવવા યોગ્ય નથી માનવામાં આવી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!