બનાસકાંઠામાં 4 વર્ષમાં રજા લીધા વિના ગેરહાજર રહેનારા 33 શિક્ષકો બરતરફ કરાયા.

દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબેન પટેલ ચાલુ ફરજે વિદેશ ચાલ્યા ગયા હોવાના ઘટસ્ફોટ પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે. હવે કાયદેસરની કાર્યવાહી થશે. જોકે, આ સિવાય પણ જિલ્લાના ચાર શિક્ષકો બિનઅધિકૃત રીતે ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાનાં દાંતા તાલુકાના મગવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જયકુમાર કનેયાલાલ ચૌહાણ અને પાન્છા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભાવનાબેન કે.પટેલ, વાવ તાલુકાના શિવમ(ગ)પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હસ્મીતાબેન ગોવિંદભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકાના ક્ષેત્રવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સંગીતાબેન કિરતીલાલ શાહ, કાંકરેજ તાલુકાના આકોલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા માલતીબેન હસમુખભાઈ પટેલ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર હોવાથી જિલ્લા કક્ષાએથી નોટિસ આપી કાર્યવાહી કરાઈ રહી છે. હાલ કાર્યવાહી ચાલુ છે. છેલ્લા 4 વર્ષમાં રજા લીધા વગર ગેર હાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા ચાર વર્ષમાં બરતરફ કરાયેલા 33 શિક્ષકોના નામ

સ્નેહાબેન હસમુખભાઇ પટેલ (નોખા, દિયોદર)

પ્રતિક્ષાબેન કિરીટભાઇ પટેલ (ધ્રાંડવ, દિયોદર)

રચનાબેન રજનીકાંત મોઢ (ગોગાપુરા, લાખણી)

સોનલબેન એમ. ઠાકોર (ગણતા, લાખણી)

હિનાબેન રતીલાલ પટેલ (સરહદી વિકાસ આર્દશ, સૂઇગામ)

હેતલબેન ઘનશ્યામભાઇ દરજી (સાતસણ, દાંતીવાડા)

કાજલબેન અમૃતલાલ પટેલ ( નવાનેસડાપરા, ડીસા)

આશાબેન દેવચંદભાઇ મહેસુરીયા ( શેરગંજ, ડીસા)

હેમાંગીબેન કુબેરભાઇ પરમાર (આશિયા, ધાનેરા)

અમિતભાઇ ગોવિંદભાઇ બારોટ (ભાટરામ, ધાનેરા)

રવિનાબેન મનોજભાઇ પટેલ (એટા, ધાનેરા)

મેઘનાબેન જેઠાલાલ કોટક (આનંદપુરા, કાંકરેજ)

સંગીતાબેન જગદીશભાઇ બારોટ (તાંણા, કાંકરેજ)

નિલોફરબેન હસનઅલ અધારીયા (કાણોદર- 2, પાલનપુર)

મીનાબેન ગોવિંદભાઇ પટેલ (ઝેંટા, થરાદ)

ધમિષ્ઠાબેન બી. ચૌધરી (હરદેવપુરી ગોળીયા (આસોદર), થરાદ)

રોહિતભાઇ પસાભાઇ પટેલ (ભાડકીયાલ પ્રા. શાળા, લાખણી)

આશાબેન કનુભાઇ પટેલ (પાલડી, દિયોદર)

પ્રાર્થનાબેન ગોવિંદભાઇ પરીખ (પીરોજપુરા (ટાં), પાલનપુર)

પ્રકાશકુમાર ડાહ્યાલાલ પટેલ (ધુડાનગર (કા), કાંકરેજ)

પુજાબેન પ્રવિણભાઇ પટેલ (ગાંગુણ, ભાભર)

કોમલબેન ગિરીશભાઇ પંચાલ (મમાણા, સૂઇગામ)

ખુશ્બુબેન નિર્મલકુમારી કોકલાણી (કોતરવાડા, દિયોદર)

રીનીબેન બિપીનચંદ ચાવડા (ભાંજણા, ધાનેરા)

ભારતીબેન બાબુલાલ રાવલ (રામનગર, દાંતીવાડા)

શિતલબેન અહમદહુસેન અમી (ભાગળ (જ), પાલનપુર)

શૈલેષકુમાર શંકરલાલ રાવળ (બોડાલ, ડીસા)

વિરલ દ્વારકેશભાઇ પટેલ (ઘોડાસર, થરાદ)

નિલમબેન નરેશકુમાર દરજ (વાવ – 1, વાવ)

કોમલબેન હસમુખભાઇ પટેલ (ખોડલા, કાંકરેજ)

પ્રકાશકુમાર જીવાભાઇ પારેખ (સુજાણપુરા, કાંકરેજ)

સરસ્વતીબેન રમેશભાઇ પટેલ (રમુણ, ડીસા)

દર્શનભાઇ અંબાલાલ પટેલ (ઉચપા, વાવ)

નિયમ : વિદેશ જવા માટે 90 દિવસની રજા મંજૂર કરાય છે

શિક્ષિકો વિદેશ જતાં રાજ્યભરમાં તપાસ હાથ ધરાઇ

બનાસકાંઠા જીલ્લામાં શિક્ષકો ચાલુ ફરજે વિદેશ જતાં રહ્યા હોવાનું સામે આવ્યા પછી શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે. જ્યાં બનાસકાંઠા ઉપરાંત સમગ્ર ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં તપાસ કરવા માટે આદેશ કરાયા છે. જેના પગલે કામચોર શિક્ષકોમાં ફફડાટ પ્રસર્યો છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!