રાજકોટ ખાતે યોજયો “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪”

રાજકોટ ખાતે યોજયો “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪”

રાજકોટ ખાતે ગુજરાત નાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી.બાપુ, રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢળિયા અને ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, GST આસિસ્ટન્ટ કમિશનર કુ.ઈનાબેન વકાતર, CWC નાં ચેરમેનશ્રી ડૉ. પ્રિતેશભાઇ પોપટ નાં ઉપસ્થિતિ માં “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો

 


સમગ્ર સાઉથ એશિયામાં પત્રકારોના હિત માટે કાર્ય કરતું અને ડૉ. સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ભારત નું એક માત્ર આંતરાષ્ટ્રીય પત્રકાર સંગઠન ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા ગત તા. ૨૫ જુલાઈ ૨૦૨૪ નાં રોજ રાજકોટ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને ભાગવત કથાકાર પ.પૂ.શ્રી કે.પી.બાપુ ની અધ્યક્ષતામાં અને મુખ્ય અતિથિ વિશેષ એવા રાજકોટનાં મેયરશ્રી નયનાબેન પેઢળિયા, રાજકોટ નાં ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, જી.એસ.ટી. આસિસ્ટન્ટ કમિશનર કુ.ઈનાબેન વકાતર, CWC નાં ચેરમેનશ્રી ડૉ. પ્રિતેશભાઈ પોપટ, મુખ્ય અતિથિ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્યશ્રી સાથે CWC નાં સભ્યશ્રી શ્રીમતી રમાબેન હેરભા, રાજકોટ મહિલા મોરચા પ્રમુખશ્રી શ્રીમતી કિરણબેન માકડીયા, જામનગર પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરશ્રી (વર્ગ -૧) સુરેશભાઈ ભીંડી, જામનગરથી સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ ના સંયોજકશ્રી રવિરાજસિંહ જાડેજા, કાલાવડથી એડવોકેટશ્રી જે.બી.લશ્કરી, મોરબીથી આર.એચ.એસ. ગુજરાત અધ્યક્ષશ્રી અશ્વિનભાઈ માકડીયા, ઉપાધ્યક્ષશ્રી દયારામભાઈ પટેલ, નિકાવા થી માતૃપ્રેમ ક્લિનિક નાં ડો. વિપુલ વિષ્નુસ્વામી, સીદસર મહિલા સમિતિ – સૌરાષ્ટ્ર પ્રાંત નાં પ્રમુખ સરોજબેન માકડિયા, રાજકોટ પૂજા હોબી સેન્ટર નાં સંચાલક શ્રીમતી પુષ્પાબેન રાઠોડ આ ભવ્ય એવોર્ડ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી તેઓ નાં વરદ હસ્તે ૩૭ પત્રકારોને “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” સાથે ૯ ‘સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ એવોર્ડ, અન્ય ૩ પત્રકારો ને ‘સારા ઇન્ટરનેશનલ એવોર્ડ’ અને ૧ ‘ડોક્ટરેટ એવોર્ડ’ આપીને સન્માનિત કર્યા હતા. આ ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન નાં સંસ્થાપક – ચેરપર્સન ડૉ.સીમાબેન પટેલે ઉપસ્થિત તમામ મહેમાનો નું અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરેલ.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!