“નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત મહિલા જાગૃતિ રેલી નીકળીને ઉજવણી કરવામાં આવી.

“નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ રેલી નીકળીને ઉજવણી કરવામાં આવેલ.


ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ,સુરક્ષા અને સ્વાસ્થ્ય ના સુત્રને સાર્થક કરવા માટે તા. 01/08/2024 થી તા. 08/08/2024 સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પીટલ થી જિલ્લા પંચાયત સુધી રેલી નું આયોજન કરવામાં આવેલ જેમાં, મહિલા અને બાળ અધિકારી શ્રી બી.કે.ગઢવી, સિવલ સર્જન ડી.બી પ્રણામી, સુપ્રિટેન્ડેન્ટ સુનિલભાઈ જોષી અને શિક્ષણ વિભાગમાંથી દિપાલીબેન દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવેલ. જેમા કુંવરબા સ્કુલ, રાજીબા સ્કુલ, સરસ્વતી વિદ્યાલય, સરકારી કન્યા શાળા, નર્સિંગ કોલેજ તેમજ NCC ટીમની વિધાર્થીનો બહોળી સંખ્યામાં હાજર રહેલ અને બાળાઓએ નારી શક્તિના નારાઓના પ્રચંડ નાદ સાથે પાલનપુર નગરી ગુંજી ઉઠી. ત્યાર બાદ જિલ્લા પંચાયતમાં સાયબર ક્રાઇમમાંથી આવેલ પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી શૈલેશભાઈ દ્વારા સાયબર ક્રાઇમ વિષે ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપેલ અને વિવિધ સ્વ-રક્ષણ દાવનું નિદર્શન કરવામાં આવેલ અને કાર્યક્રમની પૂર્ણવૃતિ કરવામાં આવેલ.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!