પાલનપુર આબુ હાઈવેનો એક ભાગ બેસી ગયો

પાલનપુરમાં બિહારી બાગથી હનુમાન ટેકરી વચ્ચે સોમવારે મોડી રાત્રે અચાનક હાઇવે નો એક તરફનો કેટલોક ભાગ બેસી જતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ફરજ પરના સ્ટાફે રાત્રે જ બેરીકેટિંગ કરી દીધું હતું દરમ્યાન સવારે બેસી ગયેલા ભાગને ખોદીને નેશનલ હાઇવે રોડ કેવી રીતે બેસી ગયો તેની તપાસ હાથ ધરી હતી. જેમાં બાજુમાં જમીનમાંથી નીકળતું પાણી કારણ ભૂત હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બપોરે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંજય ચહર, મુકેશ ચૌધરી સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને કોની લાપરવાહીથી આ પ્રકારની ઘટના ઘટી છે તે બાબતે તપાસ કરી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ના સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈક રીતે પાણીના પ્રેશરથી રોડ દબાઈ ગયો છે. હવે તેને તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરીશું. પરંતુ પાણીનો પ્રવાહ આવી રીતે જ રહેશે તો ફરી રોડ એજ જગ્યાએથી તૂટવાની શક્યતા છે. એટલે અહીં પાણી ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે તેને લઈ નોટિસ પાઠવવાની કામગીરી હાથ ધરાશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!