સાયન્સ અને કોમર્સ કોલેજ પાલનપુર ખાતે બી.કોમ સેમ ૧ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
સાયન્સ અને કોમર્સ કોલેજ પાલનપુર ખાતે બી.કોમ સેમ ૧ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે આજ તારીખ ૨૯-૦૭-૨૦૨૪ ના રોજ બી.કોમ. સેમેસ્ટર ૧ ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજીત કરવામાં કરવામા આવ્યો. જેમાં કેમ્પસના એકેડેમિક ડાયરેક્ટર ડૉ. અમિત પરીખ સાહેબે વિદ્યાર્થીઓને સેલ્ફ ડીસીપ્લીન તથા કેરિયર પ્રત્યે સભાન રહેવાનું આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સોસીયલ મીડિયા તથા સાયબર ક્રાઇમ વિષે જાણકારી મેળવે તે માટે જીલ્લાના સાયબર ક્રાઈમ વિભાગમાંથી પી.આઈ. શ્રી ડી.બી.પટેલ તથા એમની ટીમ ઉપસ્થિત રહી હતી. શ્રી. ડી.બી. પટેલે વિદ્યાર્થીઓને સોસીયલ મીડિયા તથા રોડ અને ટ્રાફિક સેફટી, જાતીય સતામણી, ડ્રગ દુષણ, શારીરિક છેડતી સાયબર ક્રાઈમ વગેરેના કાયદા અને નિયમોથી માહિતગાર કરેલ છે.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ હતી. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશ બી. ડબગરે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી વિદ્યાર્થીઓને કોલેજ વિશેની તથા કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓની જાણકારી આપી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે પણ બી.કોમ સેમ ૧ ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કોમર્સ ફેકલ્ટીનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રો.આર.ડી.વરસાત, ડૉ.શીતલબેન ચૌધરી, પ્રો. હેતલબેન રાઠોડ, પ્રો. સુનીલભાઈ, પ્રો. વિજયભાઈ, પ્રો. ડી.એન.પટેલ અને નરેશભાઈ પ્રજાપતિ સહિતના કર્મચારીઓએ મહેનત કરી હતી.
અહેવાલ : ભીખાલાલ