ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

પાલનપુર ડેપો ખાતે ધ્વજ ફરકાવી ઉજવણી કરાઇ.

જીલ્લા પ્રમુખ અમૃતભાઈ જુડાલ ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
આજથી 69 વર્ષ પહેલાં પરમ પૂજનીય અને વંદનીય સ્વ.દંતોપતી ઠેંગડેજી દ્વારા 23 જુલાઈ 1955 નાં રોજ ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજે 70 માં વર્ષે મંગળ પ્રવેશ કરતા સમગ્ર દેશમાં ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિવસ ની ઉજવણીના ભાગરૂપે આજે પાલનપુર ડેપો ખાતે જીલ્લા મજદૂર સંઘના પ્રમુખ શ્રી અમૃતભાઈ જુડાલ ની અધ્યક્ષતા માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ભારતીય મજદૂર સંઘ પાલનપુર વિભાગના કાર્યકારી પ્રમુખ શ્રી જીતુભાઈ ભૂતડીયા,ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ રાઠોડ,સોસાયટીના ડિરેક્ટર શ્રી વિજયભાઈ નાઈ,મંત્રી શ્રી ભાઈલાલ જોશી,પ્રદેશ મંત્રી શ્રી જીતુભાઈ જોશી,યુનિટ મંત્રી શ્રી પ્રજ્ઞેશ જોશી,96- ક શ્રી રણજીતસિંહ બાપુ,મહિલા મંત્રી શ્રી જશ્મીનાબેન્ નાયક કિર્તીભાઇ પરમાર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો,કાર્યકરો અને ચુસ્ત ટેકેદારો હાજર રહ્યા.પ્રમુખ શ્રી દ્વારા ભારતીય મજદૂર સંઘના સ્થાપનાની ઉજવણી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી સાથે જીતુભાઈ ભૂતડીયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું.ભારત માતા કી જય અને દેશ કે હિત મે કોન લડેગા….હમ લડેંગે હમ લડેંગે નાં આહ્લાદક નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!