બાદરપુરા (કાલુસણ ) ગામમાં નવીન પંચાયત નું ઉદઘાટન કરવામાં આવ્યું

 બાદરપુરા (કાલુસણ ) ગામમાં નવીન પંચાયત નું ઉદઘાટન કરવામાં આવ્યું

પાલનપુર તાલુકાના બાદરપુરા (કા.) ગામ માં ૧૭ લાખના ખર્ચે નવીનગ્રામપંચાયતનુ લોકાર્પણ કરાયું.

આજ રોજ પાલનપુર તાલુકાના બાદરપુરા કા. ગામમાં તાલુકા વિકાસ અધિકારી આર. એન. પટેલની અધ્યક્ષતામાં મનરેગા શાખા તાલુકા પંચાયત પાલનપુર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત ૧૭ લાખના ખર્ચે નવીન ગ્રામસચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી ગામના યુવા સરપંચ દોલતસીંહ ડાભી દ્વારા આવનાર મહેમાનોનું બુકે તેમજ સાલ ઓઢાડી ઉત્સાહભેર સ્વાગત કરી પંચાયત ને ખુલ્લી મુકવામાં આવી હતી. ગામના પૂર્વ સરપંચ સરીફભાઇ વારળીયાએ સાબ્ધીક સંબોધનમાં પંચાયતના વહીવટને આવકાર્યો હતો. ગામના વિકાસ લક્ષી રોડ રસ્તા,હોસ્પીટલ, શાળા,પાણી અને ગટર ને લઈ લોકોને પડતી અગવડતાને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પંચાયતના વિકાસલક્ષી કામો કરી આપવાની અપેક્ષા સાથે રજુઆત કરી હતી. જે બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને લગતી કોઈ પણ પ્રકારના તમામ પ્રશ્નો નું નિરાકરણ કરીઆપવાની બોહેધરી આપી હતી. આ કાર્યક્રમમાં યુવા સરપંચ દોલતસિંહ ડાભીના ત્રણ વર્ષના વહીવટ ને તાલુકા વિકાસ અધિકારીએ બિરદાવ્યો હતો , વી. પી. ઓ. કમલેશ પરમાર, એમ. જે. સિંધી, ટેકનીશીયન મનરેગા, તલાટી મનીષાબેન ગુંજીયા ,પૂર્વ સરપંચ શરીફભાઈ વરળીયા, પૂર્વ ડે. સરપંચ અયુબભાઇ, કાણોદર સરપંચ દિલીપ સાલ્વી, સગ્રોસના સરપંચ, વાસણા સરપંચ આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો, મોટી શંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે પૂર્વ સરપંચ શરીફભાઇ વરાળીયા દ્વારા આવનાર તમામ લોકોને મોતીચુર ના લાડુ ખવરાવી મોઢું મીઠુ કરાવ્યું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના આચાર્ય જ્યોતિશ સોલંકી દ્વારા કરાયું હતું. અને અંત માં આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!