સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત દ્વારા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.
સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત દ્વારા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.
શ્રીમદ ભગવદ ગીતા ના જ્ઞાનનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવેલ છે જેના વિરોધમાં વ્યક્તિગત સ્વાર્થ અને રાજકીય હિતને ધ્યાને રાખી અમુક લોકોએ શ્રીમદ ભગવત ગીતા ના જ્ઞાનને પાઠ્યપુસ્તક માંથી દૂર કરવા માટે આવેદનપત્રો આપેલા હતા ત્યારે સામાજિક સમરસતા મંચ-ગુજરાત પ્રાંત દ્વારા કલેક્ટરશ્રીને પાલનપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રને બનાસકાંઠા સંત મંડળ, શૈક્ષિક મહાસંઘ, લઘુ ઉદ્યોગ ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, જનજાતિ કલ્યાણ આશ્રમ, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર, હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિ સમુદાય, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ, અધિવકતા પરિષદ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વાલ્મિકી સંઘ પરિવાર, કિસાન સંઘ, બિલ્ડર એસોસીએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.