અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન રૂટ પર નો પાર્કિંગ જાહેર
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન રૂટ પર નો પાર્કિંગ જાહેર
અમદાવાદ શહેરમાં સાતમી જુલાઇને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનારી છે. ત્યારે સલામતીના પગલાં લેવાઇ રહ્યાં છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા યોજાનારી છે. અમદાવાદ પોલીસ પણ સતર્ક બની ગઇ છે.. ત્યારે અમદાવાદના નાગરિકોને કોઇ અસુવિધા ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નો પાર્કિંગ ઝોનનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે. જેમાં જગન્નાથ મંદિરથી લઇને વૈશ્યસભા, જમાલપુર દરવાજાથી શરૂ કરીને ખમાસા , માણેકચોક સહિતના રથયાત્રાન રૂટ ઉપર પાર્કિંગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે..
છઠ્ઠી જુલાઇના રાતના બાર વાગ્યાથી લઇને રથયાત્રા સંપન્ન ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે . અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે કે જાહેરનામાનો ભંગ કરનારા સામે ભારતીય ન્યાય સંહિતા અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.