કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતી શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 15 જુલાઈ છે.
મંત્રાલયે જણાવ્યું છે કે, આ વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કુલ 50 શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. નવી દિલ્હીમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસનાં રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
પાત્રતા ધરાવતા શિક્ષકો શિક્ષણ મંત્રાલયના પોર્ટલ પર www.નેશનલએવોર્ડસ ટુ ટિચર્સ એજ્યુકેશન ડોટ gov.in પર પોતાની અરજીઓ મોકલી શકે છે.