પોરબંદરમાં 3 દિવસમાં પ્રવેશોત્સવ અંતર્ગત 11810 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

 પોરબંદરમાં 3 દિવસમાં પ્રવેશોત્સવ અંતર્ગત 11810 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો.

પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ત્રિ દિવસીય ઉજવણી કરવામાં આવી હતી.
આ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન તમામ સરકારી બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ 11810 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જિલ્લાની 305 પ્રાથમિક શાળા અને 63 માધ્યમિક શાળામાં બાલવાટિકામાં 2853, પહેલા ધોરણમાં 4334 નવમા ધોરણમાં 2723 અને 11 માં ધોરણમાં 1900 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો છે.

જિલ્લામાં ગત તા. 26 થી 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રવેશોત્સવમાં કન્યાએ કુમારો થી વધુ સંખ્યામાં પ્રવેશ મેળવ્યો છે. બાલવાટિકામાં 1475, પહેલા ધોરણમાં 2216, ધોરણ નવમાં 1556, ધોરણ 11 માં 1131 કન્યાઓ સહિત 6378 કન્યાઓને આ પ્રવેશોત્સવમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં 5432 કુમાર અને 6378 કન્યાઓનો સમાવેશ થાય છે.
આમ જિલ્લાની શાળાઓમાં 946 જેટલી કન્યાઓની સંખ્યા પ્રવેશ મેળવવામાં વધુ નોંધાય છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!