મેડિકલ કોલેજના પીડિયાટ્રિક વિભાગના ચાર ડોક્ટરોને ઘરભેગા કરાયા.
મેડિકલ કોલેજના પીડિયાટ્રિક વિભાગના ચાર ડોક્ટરોને ઘરભેગા કરાયા.
પોરબંદરની જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજમાં પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતા એ.પી સહિતના ચાર ડોકટરો ફરજ ઉપર સમયસર ન આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી આ અંગે કોલેજના ડીને આ ડોકટરોને સૂચના આપી હતી જેથી આ ચાર ડોકટરોએ જુથબંધી કરી કોલેજના ડિનને પ્રેસરમાં રાખવા માટે સામુહિક રાજીનામાં આપ્યા હતા પરંતુ ડીને આ તમામના રાજીનામાં સ્વીકારી લીધા હતા
પોરબંદરમાં ત્રણ વર્ષથી જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે.આ મેડિકલ કોલેજમાં અલગ અલગ વિભાગના અનેક ડોકટરો ફરજ બજાવે છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી કોલેજના પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતા એ.પી. ડો. રાજદીપ રાઠોડ,ડો.ચિરાગ જાદવ,ડો.પ્રકાસ વડુકર,ડો.અશોક ખૂટી પોતાની ફરજ ઉપર ન આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી મેડિકલ કોલેજના ડીન ડો.ગૌરવ ભંભાણી દ્વારા આ તમામ ડોકટરોને સૂચના આપી ફરજ ઉપર સમયસર આવવા જણાવ્યું હતું જેથી આ ચાર ડોકટરોએ જૂથબાંધી કરી સામુહિક રાજીનામાં આપી દીધા હતા.. પરંતુ કોલેજના ડીન દ્વારા આ તમામ ડોકટરોના રાજીનામાં સ્વીકારી ઘરભેગા કર્યા હતા.