NEET – UG મામલે થયેલા હોબાળા બાદ લોકસભાની કામગીરી સોમવાર સુધી મોકૂફ રખાઈ છે.
NEET – UG મામલે થયેલા હોબાળા બાદ લોકસભાની કામગીરી સોમવાર સુધી મોકૂફ રખાઈ છે.
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. આ પૂર્વે લોકસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા અધ્યક્ષ ઓમ બિરલાએ નીટ પેપર લીક મુદ્દે વિપક્ષી દળો દ્વારા આપવામાં આવેલા સ્થગન પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. વિપક્ષે નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચર્ચાની માગ કરી હતી. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે રાષ્ટ્રપતિનાં અભિભાષણના આભાર પ્રસ્તાવ દરમિયાન અન્ય કોઈ ચર્ચાને મંજૂરી ન આપી શકાય. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓને સંદેશ આપવા માગે છે કે આ એક મહત્વનો મુદ્દો છે. જે બાદ કૉંગ્રેસ, ડ઼ીએમકે, સપા અને ટીએમસી સહિતના સાંસદોએ હોબાળો કરતા કાર્યવાહી સોમવાર પર મુવતવી રખાઇ હતી.