પાલનપુરમાં વકીલ પર હુમલાને લઇ બાર એસોસિયનને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું.
પાલનપુરમાં વકીલ પર હુમલાને લઇ બાર એસોસિયનને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું.
પાલનપુર વકીલ પર થયેલા હુમલાને લઇ પાલનપુર બાર એસોસિયન દ્વારા જિલ્લા કલેકટરને અને જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી વકીલો પર થતા હુમલા બંધ કરો અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં કલેકટર અને એસપી કચેરી ખાતે વકીલો પહોંચ્યા હતા અને સુત્રોચાર કર્યા હતા કે, વકીલ એકતા જિંદાબાદ, વકીલ ઉપર થતા હુમલા બંધ કરો બંધ કરો જેવા સૂત્રોચાર કર્યા હતા.
બનાસકાંઠા બાર એસોસિએશનના પ્રમુખ સતિષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગોવિંદભાઇ મકવાણા એમની જ ઓફિસમાં અસીલે એમના પર હુમલો કર્યો હતો. ગુજરાતમાં વારંવાર આવા વકીલો પર હુમલાઓ થતા હોય છે એના માટે અને ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સિલર બંને પાસે એડવોકેટ પ્રોટેકશન એક્ટની માંગણી કરીએ છીએ એ એક્ટ જલ્દીમાં જલ્દી લાગુ કરે. જે પ્રકારે ડોક્ટર માટે એમના પ્રોટેકશન એક્ટ છે. લોકોના ન્યાય માટે અમે લડીએ છીએ તો અમારે જ પ્રોટેકશન એક્ટની જરૂર છે. સરકાર અમારું જલ્દી માં જલ્દી સાંભળે અને તરત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે એવી અમારી વિનંતી છે. અમારા વકીલ ગોવિંદભાઈ ઉપર જે હુમલો કર્યો છે જે વ્યક્તિએ તાત્કાલિક અસરથી તેની ધરપકડ થાય અને વકીલ ગોવિંદભાઈને જલ્દી માં જલ્દી ન્યાય મળે એવી અમારી માંગણી છે.