સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ યુવકના પિતાએ પુત્રના અંગોનું દાન કર્યું
સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ યુવકના પિતાએ પુત્રના અંગોનું દાન કર્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ યુવકના પિતાએ પુત્રના અંગોનું દાન કરીને અન્ય ત્રણના જીવનમાં ઉજાસ પાથર્યો હતો. મજુરી કામ કરતા યુવાનને અકસ્માત થયો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. યુવાનના પિતાને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે પુત્રના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા તેમણે પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. આ ગુપ્ત અંગદાન થકી બે કીડની તેમજ એક લીવરનું દાન મળ્યુ હતું. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૭ અંગદાતાઓ થકી કુલ ૫૦૮ અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ છે. જેના થકી ૪૯૨ વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.