બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલિકો અગર તો આ માટે સંચાલકો,કર્મચારીઓની સંખ્યા સહિત સંપુર્ણ વિગત પોલીસ સ્ટેશનમાં આપવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.
બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલિકો અગર તો આ માટે સંચાલકો,કર્મચારીઓની સંખ્યા સહિત સંપુર્ણ વિગત પોલીસ સ્ટેશનમાં આપવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.
(માહિતી બ્યુરો,પાલનપુર)
શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔધોગિક વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યનું સેવન તથા દેહ વેપાર તથા અન્ય ગેરકાયદેસર કૃત્યો ચલાવતા હોવાનુ જણાઈ આવેલ છે.કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહિત કૃત્યો કરી સલામતી અને શાંતિનો ભંગ કરતા હોવાનુ જણાઈ આવેલ છે. જેથી સ્પા/મસાજ પાર્લરોની આડમાં ગુનાહિત કૃત્યો અટકાવવા સારૂ સ્પા/મસાજ પાર્લરોની માહીતી જે તે જિલ્લા વિસ્તારના પોલીસ સ્ટેશન પાસે હોવી જરૂરી છે.જેથી આ બાબતનું જાહેરનામું બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તાર માટે જિલ્લામેજિસ્ટ્રેટ,બનાસકાંઠા દ્વારા નીચેની વિગતે અમલવારી માટે ફરમાવ્યૂં છે.
(૧) બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલિકો અગર તો આ માટે આવા સ્પા/મસાજ પાર્લરના સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત સંપુર્ણ વિગત સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
૧. સ્પા/ મસાજ પાર્લર એકમનુ નામ, માલિક /સંચાલકનુ નામ તથા સરનામુ. /ટેલીફોન નંબર સ્પા / મસાજ પાર્લરમાં કામ કરતા તમામ કર્મચારીની સંપુર્ણ વિગત (ફોટા સહિતની)
(૧) જો તેઓ ભારતીય હોય તો તેનાઓળખના પુરાવા જોડવા, હાલનું સરનામું, મુળ વતનનું સરનામું, ફોન નંબર(ઘર), (ઓફીસ), (મો.નં.)
(૨)જો તેઓ વિદેશી હોય તો
-તેમના પાસપોર્ટની વિગત (પાસપોર્ટ તથા વિઝાની નકલ બિડવાની રહેશે.)
-કયા વિઝા ઉપર ભારતમાં આવેલ છે તેની વિગત
૨. હાલનુ સરનામુ
ફોન નંબર (પર), (ઓફીસ), (મો.નં.)
સ્પા/મસાજ પાર્લર ચલાવનાર/ સંચાલકનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
સ્પા/મસાજ પાર્લરમાં કામ કરતા કર્મચારીઓનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
સ્પા/ મસાજ પાર્લર ચલાવનારની સહી સાક્ષીની સહી તથા કામ કરતા કર્મચારીની સહી સહિતની સંપૂર્ણ વિગત જણાવવાની રહેશે.
નિયમો ::
૧. આ વિગત કોરા કાગળ ઉપર લખવાની રહેશે.
૨. આ વિગત સંપુર્ણ રીતે ભરીને સ્પા/ મસાજ પાર્લરો જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.
૩. આ વિગત સંપુર્ણ ભરાયા પછી તેની બે નકલ કાઢવાની રહેશે.બંને નકલ જે તે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.જેની એક નકલ પોલીસ સ્ટેશનના સહી/સિક્કા સાથે પરત આપશે જે સાચવી રાખવાની રહેશે.
૪. સ્પા/મસાજ પાર્લર ચલાવનારે તેમનુ ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ રજુ કરવાના રહેશે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, બનાસકાંઠાના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૧૪/૦૬/૨૦૨૪ ના ક.૦૦-૦૦ થી તા. ૧૪/૦૮/૨૦૨૪ના ક.૨૪-૦૦ સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.