NEET-UG 2024ની પરીક્ષા વિવાદ મામલે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી

 NEET-UG 2024ની પરીક્ષા વિવાદ મામલે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી – NTA દ્વારા આ વર્ષે લેવાયેલી NEET-UG 2024ની પરીક્ષાને લઈને થયેલા વિવાદ મામલે આજે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ હતી.
દરમિયાન NTA એ અદાલતને માહિતી આપી છે કે 1563 વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્ક્સ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને તેમના મૂળ માર્ક્સ વિશે જાણ કરાશે, અને જો તેઓ ઇચ્છતા હોય તો તેમને પુન: પરીક્ષાનો વિકલ્પ પણ અપાશે. સરકારી વકીલ કનુ અગ્રવાલે અદાલત સમક્ષ આ મામલે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠને જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ પુનહ પરીક્ષા આપવાન ઇચ્છતા હોય, તેમના 5 મેના માર્ક્સ જ અંતિમ ગણાશે. એનટીએ દ્વારા 12 જૂનના રોજ આસમગ્ર વિવાદની તપાસ માટે નિમાયેલી સમિતિએ આ નિર્ણયો લીધા છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!