બનાસકાંઠા માં ACBની સફળ ટ્રેપ..
પાલનપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રની કરાર આધારિત મહિલા મેજર લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી ત્રણ માસનો પગાર એટલે કે 45 હજાર રૂપિયાની લાંચ માંગતા પાલનપુર એસીબીએ છટકું ગોઠવી બંને આરોપીને ઝડપી પાડ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત લાંચિયા અધિકારી એસીબીના રંગે હાથ ઝડપાયા છે. જેમા મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠામાં ફિલ્ડ ઓફિસર તરીકે રહેવા માટે ફરિયાદીએ નરેશ વીરાભાઇ મેણાત, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી વર્ગ-2 જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તેમજ આશાબેન પરેશકુમાર નાયક મેજર કરાર આધારિત નારી સંરક્ષણ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. જોકે, આ બંને આરોપીઓએ ફરિયાદીના પતિને કરાર આધારિત નોકરી રાખવા માટે ફરિયાદીના પતિ પાસે ત્રણ માસનો પગાર એટલે કે 45000 રૂપિયાની લાંચ ની માગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા ન ઇચ્છતા હોવાથી પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી ટીમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. જે છટકા દરમિયાન આરોપી આશાબેન પરેશકુમાર નાયક કે ફરિયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની માંગણી સ્વીકારતા જ સ્થળ ઉપર જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે.