એ.સી.બી. સફળ ટ્રેપ. શાળામાં એડમીશન ના નામે ૨૦,૦૦૦ માંગ્યા.

એ.સી.બી. સફળ ટ્રેપ.

આરોપી : –
(૧) મનોજકુમાર કાનજીભાઇ પટેલ, હોદ્દો- આચાર્ય, વર્ગ-૩, શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ) , પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા.

(૨) અર્જુનભાઇ ઉર્ફે અરજણભાઇ મશરૂભાઇ સોંલકી, હોદ્દો- શિક્ષક કમ કલાર્ક (એડહોક), શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ), પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા.

(૩) અરવિંદકુમાર ગીરધરલાલ શ્રીમાળી, હોદ્દો-શાળા સંચાલક, શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ), પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા

ગુન્હો બન્યા તા:- ૦૭/૦૬/૨૦૨૪

લાંચની માંગણીની રકમ :- ૨૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ : રૂ.૧૦,૦૦૦/-
રીકવર કરેલ રકમઃ- ૧૦,૦૦૦/-

બનાવનુ સ્થળઃ – શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા, પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા

ટુંક વિગતઃ – આ કામના ફરીયાદીના દિકરાને ધોરણ-૧૧ સાયન્સમાં એડમીશન લેવાનુ હોઇ જે ગ્રાન્ટેડ શાળાની સરકારી ધારાધોરણ મુજબની નિયત કરેલ ફી રૂપિયા ૩૮૦/- ચાલતી હોઇ તેમ છતા ફરીયાદી પાસે આરોપી નંબર- (૧) તથા (૩) નાઓ ધ્વારા રૂા.૨૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ જેમા રૂા.૧૦,૦૦૦/- બીજા સત્રમાં તથા રૂા.૧૦,૦૦૦/- હાલમાં આપવાનુ જણાવેલ,
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી નો સંપર્ક કરતાં, ફરીયાદી ની ફરીયાદ આધારે લાચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ નાઓએ હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નં.૨ ને આપી દેવાનુ જણાવતા આરોપી નં.૨ નાઓએ લાંચના નાણા પંચો રૂબરૂ સ્વિકારી એકબીજાને મદદગારી કરી, પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.
નોંધ :- ત્રણેય આરોપીઓને ડીટેન કરવામાં આવેલ છે.

ટ્રેપીગ અધિકારી :-
સુ.શ્રી એન.એચ.મોર,
પો.ઇન્સ.બનાસકાંઠા
એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર

સુપરવિઝન અધિકારી* :-
શ્રી કે.એચ.ગોહિલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!