રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર બી. જે. ઠેબાની ધરપકડ.
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર બી. જે. ઠેબાની ધરપકડ
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર બી. જે. ઠેબાની ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે આગ લાગતા તેમાં 27 લોકોનાં મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના બાદ જુદા જુદા દ્રષ્ટિકોણથી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં એન્ટી કરપ્શન બ્યુરો પણ જોડાયું હતું.
છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલી રહેલી આ તપાસ દરમિયાન બી. જે. ઠેબા પાસે અપ્રમાણસરની મિલકત મળી આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
બી. જે. ઠેબા પાસેથી કુલ ૭૯ લાખ કરતા વધુની અપ્રમાણસરની મિલકત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
એસીબીના ડીવાયએસપીએ ફરિયાદી બની એસીબી રાજકોટમાં ફરિયાદ નોંધાવતા બી. જે. ઠેબાની ધરપકડ કરવામા આવી છે.