આજે વિશ્વ અન્ન સલામતી દિવસ.
આજે વિશ્વ અન્ન સલામતી દિવસ.
આજે વિશ્વ અન્ન સલામતી દિવસ છે. અન્નને સલામત રાખવું કેટલું મહત્વનું છે, તે અંગે જાગૃતિ ફેલાવવા અને અન્ન સંબંધિત જોખમો સામે પગલાં લેવા સંયુક્ત રાષ્ટ્રએ ડિસેમ્બર 2018માં આ દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો.
સાત જૂન, 2019થી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. આપણે જે ખોરાક ખાઇએ છીએ તે આરોગ્ય માટે સલામત હોય તે સુનિશ્ચિત કરવા વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુએનની ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન તથા અન્ય જૂથો અન્નની સલામતી અંગે જાગૃતિ ફેલાવવા આ દિવસને ઉજવે છે અને વિશ્વભરમાં અનેક કાર્યક્રમો યોજે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનાં અહેવાલ પ્રમાણે અન્ન સંબંધિત બિમારીઓને કારણે દર વર્ષે વિશ્વમાં 42 હજાર લોકો મૃત્યુ પામે છે. સાત જૂન, 2019થી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી.